જે ઘટના બની તેનાથી તમારુ સમગ્ર અસ્તિત્વ હચમચી ઉઠ્યુ હતુ સનાયા. ઘડીક ભરતો તમને લાગ્યુ કે તમારી આસપાસ બધુ ગોળ ગોળ ફરી રહયુ છે. તમારો ગોરો ખૂબસુરત ચેહરો આશ્ચર્ય અને આઘાતથી સન્ન થઈ ગયો હતોજીંદગીનુ ગણિતજ કંઇક અળવિતરુ છે સનાયા. આપણે જે ગણતરી કરતા હોઇએ છીએ તેનાથી વિપરીત ગણતરી ઉપરવાળા ના ચોપડામા થતી હોય છે. .આપણે જીંદગીના ગણિતના દાખલા મા જે સરવાળો કરતા હોઇએ છીએ તેજ દાખલાની ઉપરવાળાના ચોપડામા બાદબાકી થતી હોય છે સનાયા. અને આવુ કઇક બનશે તેની તો તમે કલ્પના સુદ્ધા ન હતી કરી. અને જે કંઈ પણ બન્યુ છે તેજ સત્ય છે. .અને