પરેશ સાથેની મુલાકાતના બીજા દિવસે સવારે ઇશાન ઘરે સોફા પર જ આગળના દિવસના થાકના કારણે સૂઇ ગયેલો. પરંતુ તેના મનને શાંતિ નહોતિ. નીરજ તેને જોઇને ભાગ્યો કેમ? તે સવાલે હેરાન કરી દીધો હતો. એટલામાં જ તેનો મોબાઇલ રણક્યો. ‘હેલો...’, ઇશાને આળસ મરડી. ‘હેલો...ઇશાન! પરેશ બોલું, કાલે આપણે મળ્યા હતા. ખાર... ઘડિયાળની દુકાન.’, સામેથી આવતા અવાજે ઇશાનની ઊંઘ ઉડાડી. ‘હા...પરેશભાઇ...બોલો.’, ઇશાન સફાળો સોફા પર બેઠો થયો. ‘કાલે સાંજે, તમારા ગયા પછી કોઇ મળવા આવેલું. તેની ઓળખ તમારા મિત્ર તરીકે આપી.’, પરેશે વાત જણાવી. ‘કોણ હતું?’ ‘કોઇ નીરજ... કરીને’ ‘હા...શું પૂછતો હતો?’ ‘પૂછતો