મધર એક્સપ્રેસ પ્રકરણ ૫ “આ ટ્રેન જોવાનું મારા નીતિનનું સપનું હતું.” નીતિનની મા રેલ્વે સ્ટેશનના મુખ્ય બિલ્ડીંગની ત્રીજા માળે આવેલી ઓફિસના કાચમાંથી રેલ્વે સ્ટેશનમાં દૂરથી આવી રહેલી ટ્રેનને જોતા બોલી. “આ ટ્રેન એ નીતિનની બીજી મા જ છે.” એનો અવાજ ભીનો હતો. “સારું થયું સુનિતા.. તું યાદ કરી મને અહીં લઇ આવી. નીતિન હોત તો આજ નાચતો હોત.” અહીંથી આખી ટ્રેન ચોખ્ખી દેખાતી હતી. પ્લેટફોર્મ પર અધિકારીઓ અને કેટલાક નેતાઓ સિવાય કોઈ ન હતું. સ્ટેશન બહાર બાવીસેક ગાડીઓ, એમ્બ્યુલન્સ, પાણીનો બંબો વગેરેની લાંબી કતાર હતી. મિડીયાવાળાઓ બરોબર મેઈન ગેઇટ આગળ જ ઉભા હતા. તેઓ એક-એક ક્ષણને કેમેરામાં કંડારી લેવા માગતા