ટેટ ની પરિક્ષા આપવા આદિત્ય ને અમદાવાદ જવાનું હતું. કોલેજ પણ પૂરી કરી લીધી હતી. ડિગ્રી માટે પણ તેને અમદાવાદ કોલેજ બેસ્ટ લાગી લાગી રહી હતી. ટેટ ની એક્ઝામ દેવા તે એકલો જઈ રહ્યો હતો તેની સાથે કોઈ હતું નહિ તે બસ ની રાહ જોઈ રહ્યો હતો. ત્યાં સામેથી આવતી રિતુ ને જોવે છે તે રિતુ જે આદિત્ય ની સાથે કૉલેજ માં હતી ને આદિત્ય તેને એક તરફી પ્રેમ કરતો હતો. ઓહ...રિતુ તું અહી.? હા આદિત્ય ...પણ તું કેમ અહી ? હું અમદાવાદ જઈ રહ્યો છું ટેટ ની પરિક્ષા આપવા . લાગે છે તું પણ ત્યાં જ આવતી હોય. હા