અજનબી હમસફર - ૧૧

(35)
  • 3.8k
  • 1
  • 1.6k

રાકેશે કાર બિગ બાઝારથી વેલેન્ટાઇન મલ્ટિપ્લેક્સ તરફ ભગાવી. રાકેશ દિયાને મલ્ટીપ્લેક્સની બહાર ઉતારીને કાર પાર્ક કરવા માટે ગયો. તે કાર પાર્ક કરીને આવ્યો ત્યાં સુધીમાં દિયાએ મુવીની ટિકિટ લઈ રાખી. બંને થિયેટરની અંદર ગયા. રવિવાર હોવાથી થિયેટર ખીચોખીચ ભરેલો હતો. દિયા અને રાકેશ પોતાની સીટ પર ગોઠવાયા. થોડીવારમાં મુવી ચાલુ થયું .દિયાની બાજુમાં છોકરો બેઠેલો હતો. દિયાનો હાથ સીટના હેન્ડલ પર હતો એટલે તેની બાજુમાં બેસેલો છોકરો થોડી થોડી વારે તેના હાથનો સ્પર્શ કરતો હતો. એક બે વાર દિયા ને લાગ્યું કે તે આકસ્મિક હશે પરંતુ જ્યારે તે વારંવાર થવા લાગ્યું એટલે દિયાને ખાતરી થઇ ગઈ કે