નિયતિનાં પિતા પોતે સદમા માં હતાં પણ બીજી તરફ તે જાણતાં હતાં કે તેમની દિકરી પર શું વીતી રહી છે. અને તેને થોડો એકલો સમયની જરૂર છે. એટલે તેમણે નિયતિને એકલી મુકી દીધી. નિયતિ એક ખુણાંમાં પોતાની જાતને સમેટીને બેઠી હતી. એટલે તેનાં પિતા થોડે દૂર જઈ ને બેસી ગયાં. તેમની અશ્રુભીની આંખો ચારે તરફ ફરવા લાગી. થોડાં સમય પહેલાં તેમણે આ મંડપમાં પોતાની દિકરીને આવતાં જોઈ હતી. મહેમાનોની ગપશપ, બાળકોની રમત અને નિયતિની સખીઓનાં હસતાં ચહેરાં બધું તેમની સામે આવવાં લાગ્યાં હતાં. અને અત્યારે ચારે તરફ માતમનો માહોલ સર્જાય ગયો હતો. અને સૌથી