આર્યરિધ્ધી - ૪૮

(31)
  • 2.7k
  • 1
  • 1k

સંધ્યાની વાત સાંભળીને રિદ્ધિ, મેઘના સહિત બધા એકબીજા સામે જોવા લાગ્યા. કોઈપણ સંધ્યાની વાત માનવા માટે તૈયાર નહોતું. આર્યવર્મનને બધા આર્યવર્ધન સમજી રહ્યા હતા. રિદ્ધિ ગુસ્સાથી બોલી, “સંધ્યા, તું ખોટું કહી રહી છે. આ તારો પતિ નથી. આ આર્યવર્ધન છે, મારો પ્રેમ.” એટલે આર્યવર્મન સંધ્યા પાસે આવ્યો અને તેના ખભા પર હાથ મૂકીને રિદ્ધિ સામે જોઈને બોલ્યો, “પ્રેમ અને વહેમમાં ખૂબ જ ઓછું અંતર હોય છે. અને આપ સૌના મનમાં અત્યારે ઘણા પ્રશ્નો થઈ રહ્યા હશે. પણ અત્યારે રાત થઈ ગઈ છે એટલે તમે અત્યારે આરામ કરી લો. હું તમને બધાને પ્રોમિસ કરું છું કે કાલે તમને તમારા બધા પ્રશ્નોના જવાબ