ગુમનામ ટાપુ - 4

  • 3.9k
  • 1
  • 1.7k

ગુમનામ ટાપુ પ્રકરણ ૪- ટાપુ પર પ્રવેશ બોટ ટાપુ તરફ સડસડાટ જઈ રહી હતી. રાજ કાજલ અને દેવ હજી પણ હથિયાર લઇને સાવધાની પૂર્વક ચારે તરફ નજર રાખી રહ્યા હતા કારણ તેઓને હતું કે જે લોકો આટલો મોટો યાંત્રિક સમુદ્રી રાક્ષસ બનાવી શકતા હોય તે લોકોએ ટાપુ પર પહોંચતા પહેલા બીજા પણ એવા અવરોધો ઉભા કર્યા હોય શકે છે. પણ ઈશ્વરકૃપાથી તે લોકોને ટાપુ પાસે પહોંચવામાં બીજી ખાસ કોઈ મુશ્કેલી નડી નહિ તેથી રાજને થોડી શંકા ગઈ કે તે લોકોને અહીં સુધી કોઈ રુકાવટ નડી નથી તો કદાચ કિનારા પર પહોંચતાજ તે લોકો પર કોઈ પ્રકારનો હુમલો થઇ શકે છે.