મધર એક્સપ્રેસ - 4

  • 4.1k
  • 1.7k

મધર એક્સપ્રેસ પ્રકરણ ૪ આખા શહેરમાં એક જ ચર્ચા હતી. પી. એમ. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં પધારી રહ્યા હતા. જુજ મિનીટો બાકી હતી. પ્રદર્શન ગ્રાઉન્ડમાં આવતા પહેલા હાપા રેલ્વે સ્ટેશને પી. એમ. નવી ટ્રેન ‘મધર એક્સ્પ્રેસ’નું ઉદઘાટન કરી એમાં જ બેસીને જામનગર આવવાના હતા. અનેક મિડીયાકર્મીઓ પ્રદર્શન ગ્રાઉન્ડમાં ગોઠવાઈ ચૂક્યા હતા. રેલ્વે સ્ટેશને પણ મીડિયાકર્મીઓની ફોજ ઉતરી હતી. અને.. જામનગર રેલ્વે સ્ટેશનથી થોડે દૂર અમઝદે બે ઘડી બંધ કરેલી આંખો ખોલી તો સામે ટ્રેનનું એન્જીન પેલા પુલ ઉપર પહોચ્યું હતું. એનું હૃદય જોરથી ધબકવા માંડ્યું. ‘એક, બે, ત્રણ..’ બાજુમાં ઉભેલો પેલો ભિખારી પુલ પર પ્રવેશી રહેલા એક પછી એક ડબ્બા ગણી