ગર્લફ્રેન્ડ

  • 1.7k
  • 3
  • 511

ગર્લ ફ્રેન્ડ. આખી દુનિયા મારી વ્યવસ્થિત હતી. બધુંય સરખું ઠીક ઠાક જઈ રહ્યું હતું. મને વિશ્વાસ નહતો થઈ રહ્યો કે હું મારું જ નસીબ જીવી રહ્યો છું કે ઊંઘમાં ચાલતો ચાલતો બીજા કોઈનું નસીબ લઈને આવતો રહ્યો છું.મારી બાલ્કનીમાં બે છોડ વાવેલા ગલગોટાનાં. ઉપર કળીઓ પણ આવી જ ગયેલી સમજો અને ઘરની ડોર બેલ વાગી. 'ટીંગ ડોંગ 'હજુ મારો ઉઠવાનો સમય નહતો થયો, એટલે હું પથારીમાં જ પડ્યો હતો. બેચલર લાઈફમાં બીજું શું હોય. રાત્રે ટીવી હોય બાર વાગ્યા સુધી અને સવારે મોડું ઉઠવાનું હોય. હું મારી બેચલર લાઈફ ફુલ કૂલ થઈને એન્જોય કરી રહ્યો હતો.'ટીંગ ડોંગ....ટીંગ ડોંગ.....ટીંગ ડોંગ.....'" અરે