રેડલાઈટ એરિયાનું સ્વપ્ન

(22)
  • 2.6k
  • 2
  • 940

અમન અને નેહા આર્ટસ કોલેજના બીજા વર્ષમાં ભણતા હતા. શહેરની પ્રતિષ્ઠિત કોલેજમાં નેહા નું એડમિશન એ તેના માતા-પિતાનું સ્વપ્ન તેમણે બાળપણથીજ સેવી રાખ્યું હતું. અમન અને નેહા ની મિત્રતા બી.એ. ના પ્રથમ વર્ષમાં બંધાણી અને જોતજોતામાં તેઓ એક બીજાની ખૂબ નજીક આવી ગયા. નેહા તેના માતા-પિતાની એકજ સંતાન હતી. જેથી તે લાડકી પણ હતી. તેના પિતા એક બેંક કર્મચારી હતા અને તેની માતા ગૃહિણી. આમ, નેહાનું પરિવાર એક સુખી સંપન બ્રાહ્મણ પરિવાર હતો. કોલેજની પાછળની બાજુ એક નાનું તળાવ હતું. ફ્રી લેક્ચરમાં નેહા તેની બહેનપણી સાથે તે તળાવની બેંચીસ પર બેસીને બુક રીડીંગ કરી રહ્યા હતા.