મોટાભાગે લોકો એમ કહેતા ફરતા હોય છે કે ના મને નથી ખબર કે પ્રેમની શું વ્યાખ્યા છે. અથવા કહે કે આ બહુ જ ગહન બાબત છે અને એ સમજની બહાર છે. તો ઘણાં વધુ ફિલસૂફીમાં ઘૂસીને આવું કહેતા હોય છે કે પ્રેમ એ કંઈ જ નહીં છતાં ઘણું બધું છે, પ્રેમ શાશ્વત છે, બે દિલોનું મિલન છે, નિષ્પેક્ષ લાગણી છે, વગેરે. પરંતુ આ બધાંની વચ્ચે એક સત્ય છુપાયેલું છે, ખબર છે? એ સત્ય એ છે કે સૌને પોતાની વ્યાખ્યા પર સંદેહ છે. ન તો બધાને ખબર છે, ન તો બધાએ અહેસાસ કરેલો કે ન તો બધાને સમજાયેલું પરંતુ જવાબમાં સૌ