ભૂતકાળ ની છાપ - 1

(27)
  • 5.3k
  • 2
  • 2k

આજે દિવાળી ના વેકેશન માં જાવા બધા પોતાનો સમાન પેક કરી રહ્યા હતા.વાતાવરણ ખૂબ ખુશી નું હતું, આજે બધા પોત-પોતાના ઘરે જઈ રહ્યા હતા.આજે હોસ્ટલ માં છેલો દિવસ હતો કાલ થી, કાઈ વાંચવાનું નહી કોઈ લેશન નહીં.બધા આવા મોજ મસ્તી ના મિજાજ માં હતા,આવા જ ઉત્સાહ માં માયા પણ હતી. આજ એના પિતા એને ૬ વરસ પછી દિવાળી પર લેવા આવના હતા.જે આજે અંદમાન થી દિવાળી માટે ઘરે આવ્યા છે.જ્યાં તેઓ પુરાતત્વખાતા માં સંશોધનો કરે છે. એક ભાઈ દરવાજા પાસે આવી ને ઉભો રહે છે.બધા થોડીવાર શાંત થય જય છે,કોઈ પણ કાઈ બોલતું નથી ,બધા એક-બીજા ની સામું જુએ છે.