અધ્યાય ૬ દૂરદર્શન પર આવતા "મહાભારત" કાવ્ય પર આધારિત સિરિયલમાં શરૂઆતમાં જે સમયચક્ર આવે છે અને બોલે છે કે "હું સમય છુ." એવા જ ભણકારા ઋષિને પણ સંભળાયા, જ્યારે જીવનના સમયચક્રે ઋષિને આટલો રખડાવી-ભટકાવી આખરે લક્ષ્ય સુધી પંહોચાડયો. એમાં પણ અવકાશયાત્રા દરમિયાન સંજોગોવશાત કે આપખુદ રીતે લીધેલા દરેક પગલા ઋષિને જાણે કે સપ્તર્ષિ સુધી એને દોરી લાવવા માટે જ હોય અને કોઈ અજાણ્યું અલૌકિક પરિબળ કે શક્તિ આની પાછળ જરૂર કામ કરતુ હોવુ જોઈએ, એવી એની માન્યતા વધુ દ્રઢ બની. પ્રકાશના એ સાત શક્તિપૂંજ જાણે ઋષિને ખેંચી રહ્યા હતા. હવાના દબાણથી ચાલતા પેલા યંત્રની મદદથી ઋષિ જેમ જેમ આગળ વધતો