છાંદસ્થ ગઝલ - 2

  • 3.9k
  • 1
  • 1.4k

1. મન તું બોલમાંગાલગા ગાલગા ગાલગા ગાલગાફળ જે પાક્યાં નથી એને તું તોડમાં,અંતરે રાખ શબ્દો તું વાગોળમાં.કિંમતી શબ્દ તું સાચવી લે જરા,વેંચશે એને સંસાર ભાગોળમાં.જીભ તારી છુપાવી દે તું દાંતમાં,ચૂપ રે બોલમાં મન, તું મોં ખોલમાં.નાથવા કોઈ ક્રિષ્ના તને આવશે,કાલિયા નાગની જેમ તું ડોલમાં.વાતને સાંભળે એવું કોઈ નથી,એકલી દીવાલો સંગ તું બોલમાં."આર્યમ્"2. પ્રેમનું એલાનનથી પતઝડ નો કોઈ ડર ફરે છે મન બહારોમાં,અને ચાહી રહ્યો છું એમને લાખો હજારોમાં.કરું છું પ્રેમનું એલાન હું તો આ જગત સામે,ભલે દેતી ચણી દુનિયા મને આજે દિવારો માં.ફરક પણ શું પડે કે જો અમારી થાય બદનામી,મેં દિલ આપી બગાડ્યું નામ છે આજે બજારોમાં.હવે ક્યાં આવડે છે પાઠ કોઈ પ્રેમને છોડી,અને એથી જ મારું નામ આવે છે ગવારોમાં.ખુદા પણ કાન