(પ્રકરણ – ૨) બહુ જ લેટેસ્ટ ડિઝાઈનનું એપાર્ટમેન્ટ, નામ - ‘અતિથી રેસિડન્સી’. મુખ્ય રસ્તાની બાજુમાં પણ રસ્તાથી દુર. આજુબાજુમાં બીજાં બિલ્ડીંગ નહી. જાણે સોશિયલ ડિસ્ટન્સ પાળતી બિલ્ડીંગ. આજે ખબર પડી કે ઘર બાંધતાં પૂર્વે મકાન કે બિલ્ડીંગની આજુબાજુ જગ્યા શા માટે છોડી દેવી પડે છે. આ નવો પોઈન્ટ પણ બાંધકામની પરમીશન આપતાં પહેલાં વિચારવા જેવો છે નહી ? વધારે અંતર.. વધારે સુરક્ષા... આ વિઝન કહેવાય. હવા ઉજાસની સાથે સંક્રમણથી બચી શકાય તે માટે જરૂરી અંતર. પાર્કિંગની ઉત્તમ વ્યવસ્થા. રેન હાર્વેસ્ટિંગનું (વરસાદના પાણીનો સંગ્રહ) સુંદર આયોજન કરેલ હતું. એપાર્ટમેન્ટના બે વોચમેનની સુરક્ષા. તેઓ નિયત દિવસે ગાડીઓ ધોઈ આપે અને રોજ સાફ