હવેલીનું રહસ્ય - 7

(26)
  • 3.6k
  • 5
  • 1.4k

લિપ્તાએ આતુરતાપૂર્વક એ ચિઠ્ઠી વાંચી જે કંઈક આ પ્રમાણે હતી: "હવે તો તે હવેલીનો સંપૂર્ણ ઈતિહાસ જાણી લીધો છે. તું એટલું તો સમજી જ ગઈ હોઈશ કે આ હવેલીમાં પ્રવેશ કરવો એ મોતના મુખમાં પ્રવેશ કરવા જેવું છે. છતાં પણ તારે આ કરવું જ પડશે. તારા ભાઈ લક્ષવને શોધવાની ચાવી આ હવેલી જ છે. આજથી બરાબર ત્રણ દિવસ પછી પૂનમની રાત છે. તારે આ રાતે જ મહેલમાં જવાનું છે. ત્યાં જઈને શું કરવું અને કેવી રીતે કરવું એની વધારે માહિતી તને હેમિષાબેન આપશે." ચિઠ્ઠીમાં હેમિષાબેનનો ઉલ્લેખ જોઈને લિપ્તાની શંકા વિશ્વાસમાં પરિવર્તિત થઈ ગઈ. પહેલા તો એને