ગુમનામ ટાપુ - 3

  • 3.1k
  • 1.6k

ગુમનામ ટાપુ પ્રકરણ ૩- સમુદ્રી રાક્ષસનો સામનો સવારે સાડા છ વાગે બધા રિસેપ્શન પર ભેગા થઇ ગયા, હોટેલની બહાર કાજલે પોલીસ જીપમાં તેમને પોર્ટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી દીધી હતી. કાજલ સીધી પોર્ટ પર પોહંચી જવાની હતી. જીપ તે લોકોને પોર્ટના ટર્મિનલ ગેટ પાસે ઉતારીને જતી રહી . થોડી વારમાં કાજલ પણ ત્યાં પહોંચી ગઈ. પોર્ટની જરૂરી કાયદાકીય ઔપચારિકતાઓ કાજલે પતાવી દીધી અને સીધા બોટ પર બોર્ડ કરવાની પરવાનગી મેળવી લીધી. એક પડછંદ કાયા ધરાવતો ટૂંકી ગરદન વાળો, કાળો ટાલિયો, હબસી જેવો લાગતો માણસ, મુખ પર પરાણે લાવી રહ્યો હોય તેવું સ્મિત કરતો તેમને લેવા આવ્યો હતો. તેની સાથે તેના