ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૯

  • 3.7k
  • 1.5k

આપણે આગળ ના ભાગ માં જોયું કે કેવી રીતે થઇ કાવ્યા અને પ્રથમ ની પહેલી મુલાકાત. હવે આગળ... "અરે યાર, આ PPT બનાવવા માટે કેટલી મગજ મારી અને પેલા સર ને જોવામાં કોઈ જ રસ નઇ હશે. " કાવ્યા કૉલેજ ની બહાર ના ગેટ પાસે ના તેમના ચબૂતરા પાસે બેઠી હતી.( કાવ્યા અને તેના મિત્રો લેક્ચર બંક કરીને કૉલેજ ની બહાર એક જગ્યા હતી, પત્થર ની પાળી હતી બેસવા માટે અને ઉપર છત હતી. તે લોકો તેને ચબુતરો કહેતા. તેની આજુ બાજુ ચા ની લારી, ગામડા ના લોકો ના લીંપણ વારા ઘર હતા. આ જગ્યા તેમની પ્રિય હતી, કોઈ પણ