એક અનામી વાત ભાગ–૪ નવી સવાર તો મિત્રો આગળ ના ભાગોમાં આપણે જોયું કે પ્રાષા અને પલાશ હવે એકબીજાની સામે એકબીજાના અતીત સાથે આવી ઉભા છે. પલાશને એ નથી ખબર કે તે જે કામ માટે અહી આવ્યો હતો શું તે પૂરું કરી શકશે? પ્રાષા અહી એક અલગ જીંદગી જીવી રહી હતી, એવી જીંદગી જેની કલ્પના પણ તેણે કદાચ નહિ કરી હોય. પલાશની પૂરી રાત પ્રાષાના ઘરમાં સખત અજંપા સાથે વિતિ. ના તે સુઈ શક્યો હતો નાં તો પ્રાષા...બંને જાણે પોત પોતાના ભૂતકાળમાં ખોવાયેલા હતા. કોઈકે કહ્યું છે કે ભૂતકાળની ભૂલોને ભૂલી ના જાઓ પણ એમાંથી સબક લઈને તમારી વર્તમાનની કેડી