પ્રિંસેસ નિયાબી - ભાગ 15

(21)
  • 4.1k
  • 2
  • 1.9k

દાદી ઓના એ જે કહ્યું એ એકદમ સાચું હતું. એ જાણતા હતા કે નિયાબી જ રાયગઢની રાજકુમારી છે. દેવીસિંહને બંધી બનાવ્યા પછી દાદી ઓના ક્યારેય એને મળ્યા નહોતા. પણ બે સંદેશાઓ એમણે દેવીસિંહ ને મોકલ્યા હતા. એક તો માતંગીનો જન્મ અને સારી પરવરીશ થઈ રહી છે એ અને બીજો માતંગી સેનાપતિ બની ગઈ છે એ. બસ બીજો કોઈ સંદેશો એમણે મોકલ્યો નહોતો. એ લોકો પોતાની ઓળખ છતી કરવા નહોતા માંગતા એટલે ક્યારેય મળ્યા પણ નહિ અને સંદેશાઓ ની આપલે પણ ના કરી. પણ દાદી ઓનાએ બંસીગઢ પર રાજકુમારી પર નજર રાખવા બે માણસો મુક્યા હતા. એ રાજકુમારીની દરેકે દરેક તકલીફ થી