દેવલી - 9

(19)
  • 3.9k
  • 3
  • 1.3k

કંકાવતી તું જાણે છે ને કે,હું તાંત્રિક વિદ્યામાં પારંગત છું.અને ઘણાના જીવન-મરણમાં સુખ-શાંતિના દોરાધાગા ને મંત્ર-તંત્રથી ઉમંગના તહેવારમાં લાવ્યો છું.(નરોત્તમ પોતાની ભાભીને વિશ્વાસમાં લાવવા પોતાનો દાવ મુકતા બોલ્યો) હા,નરોત્તમભાઈ... પણ,આજ આવી કપળી ને દુઃખદ વેળામાં તમારી શીદને આવી વાત કરવી પડી ? ભાભી આજ જ્યારે હું દેવલીના દેહ કને ફસડાઈ પડ્યો ત્યારે મને દેવલીનો આત્મા દૂર-દૂર ભટકતો દેખાયો હતો.અને તેનો આત્મા અહીંજ ભટકે છે. પણ,નરોત્તમભાઈ દેવલીનું આવું ક્રૂર ને કમોત મરણ થયું છે એટલે તેનો આત્મા ભટકે એતો સાચી વાત પણ...પણ,શીદ કારણે કોઈએ તેની સાથે આવું કર્યું તે નથી સમજાતું(જાણે,નરોતમ તેના કરતૂતોથી