બે વર્ષ સુધી મેહાએ પોતાની જાતને બદલવાની કોશિશ ન કરી. દિલ કહેતું કે પોતાની જાતને બદલવાની જરૂર નથી. દિમાગ કહેતું કે બદલાતા સમય સાથે પોતે પણ બદલાવું જોઈએ. કોઈપણ લવ કપલને જોતી ત્યારે મેહાને પણ ઈચ્છા થતી કે કોઈ મને ચાહે. મને પાગલોની જેમ પ્રેમ કરે.મેહાને પ્રેમની ચાહત હતી. મેહા પ્રેમ માટે તડપતી રહેતી. મેહાએ ક્યાંક વાંચ્યું પણ હતું અને સાંભળ્યું પણ હતું કે કંઈક મેળવવા માટે કંઈક ખોવું પડશે. આ બે વર્ષ દરમિયાન RR પણ શ્યોર થઈ ગયો હતો કે પોતે મેહાને ચાહવા લાગ્યો છે. રજતે નક્કી કરી લીધું હતું કે પોતે મેહાને પ્રપોઝ કરશે. મેહાએ પોતાની જાતને બદલવાનો નિર્ણય કરી લીધો