ગુમનામ ટાપુ - 2

(14)
  • 4.1k
  • 1.8k

ગુમનામ ટાપુ પ્રકરણ ૨ - સાથીઓ સાથે મુલાકાત પ્લાન પ્રમાણે કેપ્ટ્ન રાજ, ડો. સાકેત અને દેવની પ્રથમ દિવસની રહેવાની વ્યવસ્થા પોર્ટબ્લેરની હોટલ ઍરપોર્ટમાં કરવામાં આવી હતી. ત્રણે જણે સગવડતા પ્રમાણે બપોર સુધીમાં હોટલ પર પહોંચીને બપોરે લંચ માટે ભેગા થવાનું હતું, જ્યાં તેમની સાથે ઇન્સ્પેક્ટર કાજલ, કે જે પોર્ટબ્લેરમાંજ રહેતી હતી તે જોડાઈ જવાની હતી. રાજ સવારની ફ્લાઇટમાં આવી ગયો હોવાથી બાર વાગ્યાનો હોટલના રેસ્ટોરન્ટમાં પહોંચી ગયો હતો. લગભગ સાડાબાર વાગે ડો સાકેત અને દેવ રેસ્ટોરન્ટમાં આવી ગયા. એકવડીયો બાંધો, વાંકડીયા ભૂખરા વાળ, ગોળ ફ્રેમના ચશ્માં, સાધારણ વ્યક્તિત્વ ધરાવતા ચાલીસેક વર્ષના પ્રૌઢયુવાન જેવા દેખાતા વ્યક્તિની સાથે હસ્તધૂનન કરતા રાજે કહ્યું