એક સત્યપ્રેમકથા

(32)
  • 4.8k
  • 1
  • 1.2k

નેહલ પ્લે ગ્રુપની સ્કુલ ની બહાર ઝાંપા પર પોતાની બે વરસની દિકરી શિવજાને લેવા તેની છૂટવાની રાહ જોઈને ઊભી હતી. શિવજા નેહલનું પહેલું સંતાન હતી.ખૂબ જ ચપળ હોશિયાર અને ઠરેલ.ઉમર કરતાં એનામાં ડહાપણ વધારે હતું. દરેક વસ્તુમાં એ આગળ. એના ટીચર અને પ્રિન્સીપાલ બધા જ એના ખૂબ વખાણ કરતાં.નાજુક એટલી કે ઘણા લોકો કહેતા આને અડતાં પણ બીક લાગે છે. સ્કુલ છૂટતાં જ બધા બાળકો દોડતા પોતાની મમ્મીઓની પાસે જવા લાગ્યાં.નેહલ ની આંખો શિવજા ને શોધતી હતી.ત્યાં જ એક ટીચર શિવજા ને તેડીને આવ્યા. પારૂલ ટીચર શિવજાના ફેવરીટ ટીચર.શિવજા પારૂલ ટીચર સ્ફૂલમાં હોય તો જ સ્કૂલમાં જતી નહી