હૈયાની લાગણીઓ શબ્દો થકી, આશા રાખું છું તમને ગમશે.. ©અંકિતા પટેલ कृष्णम सदा सहायते। 1. એક ખૂબ જ સુંદર ગામ. ઢળતો સુરજ અને માટીની મીઠી મીઠી સુગંધ પ્રસરી રહી હતી. ખેતરોમાં લહેરાતો પાક સૌના દિલને જીતી લે તેવી રીતે લહેરાતો હતો. ગામ નાનું પણ સૌના દિલ ને મન બહુ મોટા હતા. ગામના પાદરમાં એક મહાદેવનું સુંદર નાનું એવું મંદિર હતું. હરિયાળું લાગતું આ ગામ જાણે એક સ્વર્ગ જ હતું. ઢળતા સૂરજના એ રંગો ગામમાં ફેલાઈ રહ્યા હતા. ગામથી થોડા જ અંતરે એક નાનું એવું રહેવાનું ઘર.