કાલ્પા.. મારી ડાયરીનું એક પાનું.. મારો પ્રવાસ શ્રીલંકા...સ્વપ્ન એક *સિલોન* પુરુ નામ *કાલ્પા મડુશંન્કા* કંઈક વિચિત્ર નામ છે નહિ..! જિંદગીમાં એવાં ઘણાં લોકો આપણાં સંપર્કમાં આવતા હોય છે ,જેને આપણે ભૂલી સકતા નથી,ક્યાં એ આપણને વિસરી સકતા નથી.એવી જ આ વ્યક્તિ ૧૯ માર્ચ ના મારા ફેસબુકના મેંસેંજર પર કોરોના વાયરસને લીધે હું મજામાં છું કે નહિ??એ પૂછતો મેસેજ આવ્યો..ત્યારે સામાન્ય રીતે જ “હા, હું મજામાં છુ,તુંપણ તારી સંભાળ રાખજે.બેટા.” કહી મેં બંધ કરી દીધું . ફરી ત્રીજી એપ્રિલે રાત્રે નવ ને વીસ મીનીટે વોટ્સ અપ પર મારી ને મારા કુટુંબ વિશે પૂછતાછ કરી,જાણે અજાણે