અસ્તિત્વનું ઓજસ - 2

(19)
  • 3.3k
  • 1
  • 1.4k

જમ્યાં પછી રાધિકા તેના રૂમમાં પહોંચી ત્યાં તેનો ફોન રાણકી રહ્યો હતો.જ્યારે તે લેવા પહોંચી ત્યાં રિંગ બંધ થઈ ગઈ હતી. સ્ક્રીન પર “નેન્સી” લખ્યું હતું. ફરી મોબાઇલ રણકી ઉઠ્યો. રાધિકા એ કૉલ રિસિવ કર્યો.“હેલ્લો”“હેલ્લો નહિ હાલો”“ક્યાં પણ એ તો કહે ?”“મે તને કહેલું ને કે ફેશન સેલ આવ્યો છે”“હા પણ”“દસ મિનિટ માં પહોંચું છું ત્યાં”“અરે પણ” સામે છેડેથી કૉલ ડિસ્કનેક્ટ થઈ ગયો.“નેન્સી” રાધિકાની જીવનની સૌથી નજીકની વ્યક્તિ. આમ તો તે ચાર વર્ષ નાની હતી તેનાથી તો પણ એક બીજાની ગાઢ સબંધો હતા. તે પાંચમાં ધોરણ હતી ત્યારથી રાધિકા પાસે રમવા આવતી ધીમે ધીમે તે પોતાનું ભણવાનું પણ રાધિકા પાસેથી