નહોતું મારૂ કોઈ ઘર બાર કે નોહતું કોઈ સગુ-વહાલું જે મારી વાત જોઈને બેસી રહ્યું હોય.આટલી બધી ભીડ માં એકલા હોવું એનથી મોટું કોઈ દુખ નથી.પરીક્ષા માં એકલા ફેઇલ થઈએ તો દુખ થાય પણ સાથે આપણા બીજા બે ચાર મિત્રો ફેઇલ થયા હોય તો એટલું બધુ દુખ ના થાય.એકલતા જીવતા જીવજ માણસ ને મારી નાખે છે, ફક્ત હલતું ચાલતું મળદુ બનાવી દે છે. હું પણ એક મડદું જ બની ને રહી ગયો હતો. ફક્ત હાડ-માસ નું પૂતળું, કોઈ તો એવી જગ્યા હોય જ્યાં મારે પહોંચવાનું હોય, કોઈ તો એવું હોય જે ક્યાક મારી રાહ જોઈને બેઠું હોય.આજે હું બધુ જ