અંગારપથ. પ્રકરણ-૫૧. પ્રવીણ પીઠડીયા. હોસ્પિટલની લોબીમાં ચેર ઉપર બેસેલી ચારુનું હદય અમંગળ આશંકાઓથી ફફડતું હતું. અંદર પેટ્રીકનું ઓપરેશન ચાલું હતું. તેના બચવાનાં ચાન્સિસ બહુ ઓછા હતા. તેના ગળામાં બૂલેટ વાગી હતી. ડોકટરો અથાગ મહેનતથી પેટ્રિકની સ્થિતિ સ્ટેબલ થાય એ મથામણમાં પરોવાયા હતા. નર્સોની દોડાદોડીને ચારું આશંકિત નજરે જોઈ રહી હતી. તેનું માથું ભમતું હતું, જીગર વલોવાતું હતું અને આંખોમાંથી આપોઆપ આંસું ઉભરાતા હતા. માનસિક રીતે તે ભાંગી ચૂકી હતી. જ્યારથી ડ્યૂટી જોઈન કરી ત્યારથી એકપણ દિવસ નિરાંતનો પસાર થયો નહોતો. એક પછી એક મુસીબતોનો પ્રવાહ સતત તેનો પીછો કરતો રહ્યો હતો. આ મામલામાં બીજા કોઈને તે દોષ પણ દઈ