દાપોલીનો દરિયા કિનારો (ભાગ 2)

(43)
  • 5k
  • 1.9k

"સમગ્ર ઘટનાને ફરી વખત નજર સામે જોઈ રહ્યો હોય એમ ભાવિક મારા પૂછેલા સવાલનો જવાબ આપી રહ્યો હતો. ભાવિક બોલ્યો, હું રાત્રે હોટલની બહાર નીકળ્યો હતો. વૉચમેન પાસેથી આપણે જે વાત સાંભળી હતી તેને લઈને હું ખૂબ જ ઉત્તેજિત થઈ રહ્યો હતો. બૅડ પર પડયા પડયા મને એક જ વિચાર આવતો હતો કે એવું તે શું છે આ દરિયાના કિનારે જે અમારાથી છુપાવવામાં આવી રહ્યું હતું. ક્યાં એવું તો નથી કે કંઈક આડા ધંધા ચાલી રહ્યા હોય અને અમને ડરાવીને દૂર કરવામાં આવ્યા હોય અથવા તો કોઈ બીજું કારણ. બસ, વિચારોના આ જ ઘોડાપૂર ની સાથે હું બેડ પરથી ઉઠીને