રોયપીન મેકસે તેની બાજુમા પડેલ ચેક બુકમાંથી ચેક લખી આપ્યૉ.એ ચેક જોઇ અલિશાનુ મોં ત્યાં જ ફાટી ગયું..!!!જે પાંચ લાખનો ચેક હતો.અલિશાને દર મહિને પણ એટલો ખર્ચો થતો ન હતો.અલિશા એ ઇશ્વરનો આભાર માન્યો.મને ખબર છે ઇશ્વર આ પૈસા તારા છે.હું તારા આ પૈસાને એ રીતે ઉપયોગ કરીશ કે તું પણ ખુશ થઈશ.સાંજે ડેનીન જમવા માટે આવ્યો અલિશા એ ડેનીનને વાત કરી.કોઇ રોયપીન મેકસ નામનો માણસ આવ્યો હતો જેમણે મને દર મહીને પાંચ લાખનો ચેક આપવાનો નક્કી કરો છે ગરીબો માટે.શું વાત કરે છો અલિશા તુ?પણ તુ એ પાંચ લાખનો કયા ઉપયોગ કરીશ ?ટીફીન સેવામાં ડેનીન,તુ શું વાત કરી રહી