મધર એક્સપ્રેસ - 1

  • 5.3k
  • 2.1k

મધર એક્સપ્રેસ પ્રકરણ-૧ એક સાંધ્ય દૈનિકના પહેલા પાને મોટા અક્ષરે છપાયેલા સમાચારે સુનિતાને ફફડાવી મૂકી. "જામનગર અને હાપા વચ્ચે, સાંજની સાડા છની લોકલ ટ્રેન હેઠળ કચડાઇ જવાથી મોતને ભેટતો નવયુવાન." ધડકતા હૈયે સુનિતાએ આખી સ્ટોરી વાંચી. ભીતરે ભય સળવળતો હતો. "ક્યાંક આ નીતિન તો નહીં હોય ને?" મૃતદેહના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. કોઈ વિશેષ ઓળખ પોલીસને તાત્કાલિક તપાસમાં સાંપડી ન હતી. ઝીણવટભરી તપાસ ચાલુ હતી. આખી સ્ટોરી સુનિતાએ બે વખત વાંચી લીધી. મમ્મી દરવાજા પાસે ઓટલે બેઠી-બેઠી બાજુવાળા કાન્તામાસી સાથે રોજના નિયમ મુજબ વાતો કરતી હતી. સુનિતા ફટાફટ જીન્સ ટી-શર્ટ પહેરીને બહાર આવી સ્કૂટી ફળિયા બહાર કાઢતી બોલી, "મમ્મી