સૂરજ અને શુલભા

(13)
  • 2.9k
  • 1
  • 578

સૂરજ અને શુલભા ગંગોત્રીની પાવન ધારા.. શ્વેત વસ્ત્રો ધારણ કરેલા બર્ફીલા પહાડો. ઝરણાનો કલકલ નાદ .. શીતલ પવનની લહેર.. કુદરતનું અનુપમ સૌંદર્ય, પ્રેમ અને કરુણા વરસાવતું આધ્યાત્મિક સ્થાન. ઉત્તરાખંડની વાત જ નિરાળી. જીવનમાં એકવાર તો હિમાલય નજરોનજર નિહાળવો જ જોઈએ. આપણને એક ભારતીય હોવાનો અને ભારતમાં જન્મ મળ્યાનો ગૌરવ લેવાનું મન થાય. સૂરજ જ્યારે હિમાલયની યાત્રાએ નિકળ્યો ત્યારે મનમાં જે કલ્પનાઓ કરી હતી તેનાથી કઈ ગણો ભવ્ય તેને હિમાલય જણાયો. ત્યાંની શાંતિ અને પવિત્ર વાતાવરણ ત્યાંજ રોકાઈ જવા આગ્રહ કરતું હતું. વહેલી સવારે દેખાતો સૂરજ તેને ખૂબ રોમાંચિત કરી જતો. પહાડોની વચ્ચેથી નીકળતા સોનેરી કિરણોની આભા સમગ્ર હિમાલયને કંચનવર્ણથી શુશોભિત