આગળના ભાગથી ચાલુ આપણે ગયા ભાગમાં જોયું કે બીનીતભાઈને મેલેરિયા હોવાથી તેઓ હોસ્પિટલમાં દાખલ છે. એમને લોહીની જરૂર હોવાથી તેમના મિત્ર નિલેશભાઈ તેમને લોહી આપે છે. હવે આગળ, બીનીતભાઈના મિત્ર નિલેશભાઈ દ્વારા અપાયેલ લોહીથી બીનીતભાઈનું સ્વાસ્થ્ય સુધરે તો છે પણ તેમણે તબિયત પ્રત્યે રાખેલ બેદરકારીને કારણે તેમના શરીરમાં અશક્તિ આવી ગઈ હોય છે. જેથી દવાઓનો અસર ખૂબ ધીમે થાય છે અને આ પરિસ્થિતીથી સામાન્ય થતા તેમને ચાર મહીના સુધીનો સમય લાગે છે. આ ચાર મહીના દરમિયાન રમીલાબેન તેમની ખૂબ સેવા કરે છે અને પરિવારના સભ્યો અવારનવાર ખબર અંતર પૂછવા આવતા હોવાથી રમીલાબેન ઉપર કામનો બોજ પણ વધતો જાય છે. એક