ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૭

(48)
  • 3.9k
  • 4
  • 1.8k

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું સત્તરમું ઇન્સ્પેક્ટર ઠાકોરને ઇન્સ્પેક્ટર દરબારનો ફોન આવ્યો ત્યારે નવાઇ લાગી. એમણે એક ખાસ કામથી તેમના પોલીસ મથક પર આવવાનું કહ્યું હતું. ઇન્સ્પેક્ટર ઠાકોરને ખ્યાલ આવી ગયો કે કોઇ વિચિત્ર કેસ હોવો જોઇએ. તે પોતાના સહાયક ધીરાજીને લઇને ઇન્સ્પેક્ટર દરબારના પોલીસ મથક પર પહોચ્યા.ઇન્સ્પેક્ટર દરબારે તેમને આવકાર આપતાં હસીને કહ્યું:"આવો, તમારા માટે "અમદાવાદી" નહીં અમદાવાદની ખાસ ચા મંગાવું છું!" પછી પિયુનને બોલાવી ઇન્સ્પેક્ટર ઠાકોરના ટેસ્ટ મુજબની ચા લાવવા કહ્યું."ઇન્સ્પેક્ટર દરબાર, કેવું ચાલે છે?" ઇન્સ્પેક્ટર ઠાકોરે વાતની શરૂઆત કરી."બસ ચાલ્યા કરે છે. જાતજાતના કેસ આવે છે અને કાર્યવાહી થતી રહે છે. પણ એક નર્સનો મોતનો કેસ મારા ગળે ઉતરતો