અનિરુદ્ધ સવારે વહેલો ઊઠી ગયો. થોડું નબળાઈ જેવું લાગતું હતું. એણે નજર કરી તો જોયું કે અનન્યા સોફા પર સૂતી હતી. અનિરુદ્ધ ને કશું ખાવું હતું તેથી તેણે અનન્યાને ઉઠાડી પરંતુ, “અની પ્લીઝ…બહુ ઊંઘ આવે છે તું પણ થોડીવાર સૂઇ જા ને પછી હું કંઈક બનાવીશ, તો પછી ખાઈ લેજે.” કહીને અનન્યા પડખું ફરીને સૂઈ ગઈ. અનન્યા અનિરુદ્ધ નું ધ્યાન રાખવા માટે રાત્રે એની પાસે રોકાઇ હતી, પરંતુ અનિરુદ્ધ પહેલાં જ એને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. અનિરુદ્ધ એ પોતાના બેડની બાજુના ટેબલ પર જોયું તો રાતનો સૂપનો વાટકો એની સામે તાકી રહ્યો હતો. *** અનિરુદ્ધને આરામ