(જંગલમાં વાઘનું પૂતળું જોઈને ચારે મિત્રોને કોઈ એમને ઉલ્લુ બનાવી રહ્યું છે એવું લાગે છે, પણ કોઈ શા માટે આવું કરે? કબીરને એક યુવતી રઘુ સાથે ભાગતી દેખાય છે. મહેલમાં આવ્યા બાદ પણ એની નજરે એક સુંદર યુવતીનો ચહેરો પડે છે, હવે આગળ...)કબીર સવારે વહેલો ઊઠીને બાહર ચક્કર મારી આવ્યો. એને રાત વાળી યુવતી કે એની કોઈ નિશાની ના મળી. એક અજીબ ઉદાસી એ અનુભવી રહ્યો હતો. જેનું ફક્ત થોડીક વાર માટે જ કાચની બારીમાં પ્રતિબિંબ જોયેલું એ સુંદર ચહેરો એની નજર આગળથી ખસવાનું નામ નહતો લેતો. એ કોણ હતી અને ફક્ત પોતાને જ કેમ દેખાઈ? હવે ફરી ક્યારે દેખાશે?બંને