જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ - ૮ આ ઘટનાના લગભગ દસ દિવસ બાદ, એક સવારે મોડા ઉઠ્યા બાદ તે વરંડામાં ગયો અને તેણે જે દ્રશ્ય જોયું તેનાથી તે ચોંકી ઉઠ્યો, તેને ધ્રુજારી છૂટી ગઈ અને અત્યંત ગુસ્સે થઇ ગયો. સામેની વિલાના વરંડામાં બંને ફ્રેંચ મહિલાઓની વચ્ચે લીઝા ઉભી હતી. તે જાણેકે પોતાની તરફ જોઇને એમ કહી રહી હતી કે પેલો દુષ્ટ અને આપખુદ વ્યક્તિ જાગી ગયો છે, એવો વિચાર ગ્રોહોલ્સકીને આવ્યો. ઇવાન પેત્રોવીચ બાંય વગરના શર્ટ સાથે વરંડામાં ઉભો હતો અને તેણે ઈઝાબેલાને ઉપાડીને હવામાં ફેંકી, પછી ફેનીને અને પછી લીઝાને. જ્યારે તેણે લીઝાને ઉપાડી