માતૃદિને માતૃવંદના

  • 3.2k
  • 2
  • 946

માતૃદિને માતૃવંદના “નંદલાલાને માતા જશોદાજી સાંભરે,મમતા મેલીને મારી રહી ગઈ ગોકુળમાં... “ દેવકીના પેટે જન્મ લઇ યશોદામા પાસે મોટા થયેલા ભગવાન શ્રીકૃષ્ણ ગોકુલ છોડી વૃંદાવન ગયા ત્યારે આંખમાં આંસુ સાથે માતા જશોદાને યાદ કરે છે,જે બતાવે છે કે ભગવાન માટે પણ માતાનું મહત્વ કેટલું છે!!તો કવિ બોટાદકર “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ!”કાવ્ય દ્વારા માતાનું શબ્દે શબ્દે વર્ણન કર્યું છે.ઇતિહાસમાં અનેક સપુતોને જન્મ આપનાર મહાન માતાઓ (માતા બધી જ મહાન હોય!)—માતા જીજાબાઇ (શિવાજી ),માતા પુતળીબાઇ (ગાંધીજી)ના નામ લેતા આપણા મસ્તક આદર અને અહોભાવ થી આપોઆપ નામી પડે છે ને?મધર મેરીની ગોદમાં રહેલ બાળક ઇશુની છબી જોતા મમતાના મહાસાગરને