"મુસાફરો, વાવાઝોડા ને કારણે આગળ નો રસ્તો અસ્પષ્ટ બન્યો છે માટે થોડો સમય આપણે અહીં જ વિશ્રામ કરીશું. " કંડક્ટર ના અવાજ થી વાસ્વી ની તંદ્રા તૂટે છે. આગળ વળી ને જુએ છે તો ખરેખર તોફાની વાતાવરણ એ ધુમ્મસ ની રચના કરેલી હતી. જાણે વાદળો જ ધરતી પર ઉતર્યા સમજો. વાતાવરણ સારુ હતું પણ ડ્રાઇવિંગ માટે જોખમી હતું. રાજકોટ થી ભાવનગર જતી ખાનગી વોલ્વો બસ હતી. વાસ્વી ને આમ તો હેડ ઓફિસ રાજકોટ હોવાના લીધે અવાર નવાર ભાવનગર થી રાજકોટ જવાનુ થતું.એમાંની જ આ એક મુસાફરી હતી. ***** ****** ****** ****** ****** આજ સવાર થી જ વાસ્વી નું મન ચકરાવે