છલકાતા આંસુ - 2

  • 3.3k
  • 1.2k

વૈશાખી વાયરો આજે મન મુકીને વાઇ રહ્યો હતો આખા દિવસની સખત ગરમી પછી ગરમ અલસાતી સાંજ ધીરે ધીરે આથમી રહી હતી અને તમારા ધુળીયા ગામના પાદરથી બે કી.મી ના અંતરે આવેલ જુના અંગ્રેજ સમયના વગડાઉ રેલવે સ્ટેશન પર તમે તમારા બંન્ને બાળકો નવ વર્ષ ના આરવ અને સાત વર્ષની દિકરી આરતી સાથે ઉતર્યા વંદના.., એટલે તમે જે નેરોગેજ રગસીયા ગાડા જેવી મંદ ગતિએ ચાલતી ટ્રેનમા આવ્યા હતાં તે ટ્રેન એક તીણી સીસોટી વગાડતી એજ રીતે મંદ ગતિએ આગળ વધી ગઈ. કેસવ હજી પણ નથી પહોચ્યો લાગતો ..એમ વિચારતા તમે દુર દુર