અધૂરી વાર્તા - 2

(22)
  • 4k
  • 1.4k

2.શોર્વરી દોડી... પિતાજીના રૂમ તરફ...મમ્મીને સાપ કરડી ગયો છે. તેના ઉપર નાના ભાભીએ ચપ્પુ માર્યું છે. ઝેર નીકળી જાય. પણ રાત્રે જ મમ્મી મૃત્યુ પામી હતી. તે દરેક રૂમના દરવાજા પછાડતી પછાડતી દોડવા લાગી. કયો રૂમ પિતાજીનો છે ? પોતાને યાદ નથી. ‘પિતાજી... પિતાજી...’ પણ પિતાજી તો મૃત્યુ પામ્યા છે ને ? એ ક્યાંથી હોય ? તો મમ્મી પણ... ? પણ મમ્મી તો અત્યારે જીવતી છે ! પણ પિતાજીનો રૂમ ક્યાં છે ? કયો રૂમ હશે ? પિતાજી જોશી વેદને બોલાવશે તો મમ્મી બચી જશે. પણ જોશી વેદને તો...? કેમ યાદ નથી આવતું ? પિતાજીનો રૂમ? પિતાજીના રૂમમાં પોતે ક્યારેય