શોધ – પુર્નજન્મની ગાથા - ૮

(20)
  • 3.6k
  • 1.6k

ભાટિયા હોસ્પિટલ ઇશાનને અકસ્માતના સ્થળેથી સ્થાનિક વેપારીઓ દ્વારા ગ્રાંટ રોડ સ્ટેશનથી ૪૦૦ મીટર દૂર તુકારામ જવાજી રોડ પર સ્થિત ભાટિયા હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવેલો. રસ્તા પર પટકાવાના કારણે કપાળમાં જમણી બાજુએ ઘવાયેલ જગા પર બે ટાંકા લેવા પડ્યા હતા. બાકી શરીર પર કોઇ પણ જાતની ઇજાનું ચિહ્ન દેખાતું નહોતું. હોસ્પિટલના કર્મચારીઓ અચંબિત હતા. વેપારીઓ દ્વારા જણાવ્યા મુજબ તો, ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય તેવો ભાસ થતો હતો. તેમ છતાં ઇશાનને અકસ્માતની ગંભીરતા મુજબ, ના બરાબર હાનિ પહોંચેલી. હોસ્પિટલના પહેલા માળે જનરલ વોર્ડમાં ઇશાન બેડ પર સૂતો હતો. ૧૦ મિનિટમાં જ ઇશાન ભાનમાં આવી ગયો. ‘ડૉક્ટર...! આ ભાઇ