તરસ પ્રેમની - ૧૫

(54)
  • 4.7k
  • 4
  • 2k

મેહાને હવે તો રાતના ઊંઘ પણ નહોતી આવતી. મનમાં એક ઊંડે ઊંડે તો આશા હતી કે શ્રેયસ જરૂર એક દિવસ મારી પાસે આવશે. મેહા કલાકો સુધી બાલ્કની માં બેસી ચંદ્ર,આકાશ અને તારાને જોયા કરતી. કલાકોના કલાકો સુધી શ્રેયસના વિચારોમાં ખોવાયેલી રહેતી. એમ જ વિચાર્યા કરતી કે શું કરું તો શ્રેયસ મારી પાસે આવે. એક સાંજે મેહા ચૂપચાપ બહાર બેસી શ્રેયસ વિશે વિચારતી હતી. મેહાના હાથમાં મોબાઈલમાં હતો. મેહા શ્રેયસના ફોટાને જોઈ રહી. શ્રેયસ સાથે મેસેજ દ્રારા વાત થઈ હતી તેના પર મેહાની નજર પડે છે. મેહા એ મેસેજ વાંચીને ઉદાસ થઈ ગઈ. મેહાએ મોબાઈલ લીધો અને Song સાંભળવા લાગી.आओगे