અંગત ડાયરી - ઓપરેશન

  • 5.2k
  • 2
  • 1.8k

અંગત ડાયરી ============શીર્ષક : ઓપરેશન લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલઆપણી જિંદગીનો હિસાબ શું?જન્મ્યાં, ભણ્યાં, નોકરીએ લાગ્યાં, પરણ્યાં, હર્યા-ફર્યા, માતા-પિતા બન્યાં, સાસુ-સસરા બન્યાં, રિટાયર્ડ થયાં અને મૃત્યુની પ્રતીક્ષા કરતા બેઠાં. શું લાગે છે પૃથ્વી પર એકડા-બગડા કરવા આવ્યાં હતાં કે અવયવ-વિસ્તરણ, ઉધાર-જમા, કોસ-સાઈન-કોસેક કરવા કે કમ્પ્યૂટરની ચાપો દાબવા આવ્યા હતા? કે પછી સાયકલ, બસ, મોટર, ટ્રેન અને પ્લેનમાં ફરવા? કે પછી 'ચકલી ઉડે ફરર..'થી 'રામનામ સત્ય હૈ'ની કે પછી ઘોડિયાથી ઠાઠડી સુધી યાત્રા કરવા?પૃથ્વી પર વસતા સાડા સાત અબજ લોકોમાંથી હું તો કદાચ ચારસો-પાંચસો કે હજાર-બારસોને માંડ મળી શકીશ. લગ્ન પ્રસંગે આપણે લગભગ એટલાનું જ લિસ્ટ બનાવીએ છીએ ને? વિચારું