લૉકડાઉનનાં તાંતણે ...

  • 3.2k
  • 1
  • 829

'રીમા....ઓ રીમા..... પેપર ક્યાં છે? આ રોજ શું મારે શોધવાનું? એક જગ્યાએ મુકતા શું થાય છે?' પીયૂષે ચીડાઈને કહ્યું. રીમા ગેસની આંચ ધીમી કરી, રસોડામાંથી આવી પીયૂષની ખુરશી નીચે પડેલું પેપર આપતાં બોલી, આ શું છે? આમતેમ જોવાની તસદી લો તો બધું મળી રહે...ઘરની અંદર જ હોય બધું...થોડી એ પણ અકળાઈ ગઈ.. એટલામાં વરંડામાંથી ચ્હાની ફરમાઈશ થઈ..."હવે હાથ નવરો થયો હોય તો ચ્હા પીવડાવશો ? બીજીવારની ચ્હાનો સમય ક્યારનોય થઈ ગયો .." રમાબેન કટાક્ષમાં બોલ્યાં. "જી, મમ્મી...બસ આ સોહમને નાસ્તો આપી બનાવું જ છું...એનો ઓનલાઈન ક્લાસ શરુ જ થશે હવે..." " સમય મળે ત્યારે આપજો.... અમે તો નવરા જ છીએને!"