કોરોના, કોરોના, કોરોના. મગજનું દહીં થઇ ગયું ભૈશાબ !! આખો દાડો જે ન્યુઝ ચેનલ જોઈએ એના પર કોરોનાની જ મોકાણ. ઘેર રૈ ને કરોય શું આખો દાડો, આપણને એમ કે લાવો થોડા અપડેટ જોઈ લઈએ પણ આ ન્યુઝ ચેનલ વાળાઓ ભૂલી ગયા લાગે છે કે દુનિયામાં કોરોના સિવાયના બીજા સમાચારો પણ હોઈ શકે!! દેશના કોરોના ના આંકડા, રાજ્યવાર માહિતી જિલ્લાવાર માહિતી અને પાછા એના ગ્રાફિક્સ. વળી પાછી કોણે, ક્યાં અને કેવી રીતે લોકડાઉન તોડ્યું એનું પિષ્ટપેષણ. કોઈ ને કોઈ રીતે આખો દિવસ એકની એકજ વાતો કરવી અને સાંજ પડે એટલે તેમાંથી કોઈ પણ