એક અવાજ ઘોંઘાટ ભરેલાં મંડપમાં ગૂંજી ઉઠ્યો. " રેવા..... રોકાય જા..." એ અવાજ રેવાનાં મનમાંથી એક તરંગ ઉત્પન્ન કરી રહ્યો. તે બીજું કોઈ નહી પણ કૌશલ હતો. જોતજોતામાં તે મંડપમાં રેવા સમીપ પહોચી ગયો અને રેવાનો હાથ પકડી કહ્યું " રેવા.. થંભી જા. આ લગ્ન ના કરીશ." કૌશલનો સ્પર્શ રેવાની રોમેરોમ ને જગાડી રહ્યો . પણ શું થશે આ હરકતનું પરિણામ? રેવાનો હાથ તેનાં જ લગ્નમંડપમાં કોઈ બીજાં છોકરાંએ પકડેલો જોઈ દરેક વ્યકિત કૌશલ પર ખિજાય ઉઠ્યાં અને તેની પર હમલો કરવાં આગળ વધ્યાં પણ રેવાએ અવાજ મોટો કરતાં કહ્યું"