સ્કાય હેઝ નો લીમીટ - 15

(84)
  • 7.1k
  • 7
  • 3.6k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-15 ન્યૂયોર્કનાં કોટેજમાં શીફટ થયાં પછી મોહીત રીપોર્ટ કરવા ઓફીસ ગયો અને મલ્લિકાએ ઘરમાં બધો સામાનને બધુ ગોઠવાણું અમુક મોહીતની વસ્તુઓ એનાં આવ્યાં પછી એની અનૂકૂળતા પ્રમાણે એને પૂછી એ કહે એમ મૂકવાનું છે કહીને રહેવા દીધુ હતું. એણે બધાં કામ પરવારીને એની માં ને ઇન્ડીયા ફોન કર્યો અને કોટેજ ખૂબ જ સરસ બધી જ લકઝરી અને ફેસીલીટીવાળુ છે એવી બધી વાતો કરી, માં ખૂબજ ખુશ થઇ ગઇ પછી માંએ મલ્લિકાને પૂછ્યું કે બાળક અંગે શું નિર્ણય લીધો ? અને પછી વણમાગી સલાહ આપી હજી તો તમે લોકો ઘણાં નાનાં છો અત્યારથી બાળકની શું જરૂર છે ?